Register | Login

Search results for gseb

આજે 8 ઓક્ટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ. ભારતની હવાઈ પાંખ એવી આપણી વાયુસેના દુનિયામાં અજોડ છે. અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવી આપણા દેશની રક્ષા કરતી આપણી આ વાયુસેનાનો આજે 84મો જન્મ દિવસ છે એમ કહી શકાય. 8 ઓક્ટોબર 1932માં “રોયલ ભારતીય વાયુસેના” એવા નામથી આપણી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી. આઝાદી પછી વાયુસેનાને નવું નામ “ભારતીય વાયુસેના” મળ્યું.
21 મી સપ્ટેમ્બર એટકે કે વિશ્વ શાંતિ દિવસ છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. 1982માં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું હતું પરંતુ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરે તેની ઉજવણી થાય છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને બાળકોના પ્યારા ચાચા નહેરુનો જન્મ આજના દિવસે એટલે કે 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. જેને આપણે સૌ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ.
વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં
આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં સફળ બનવું કે મહાન બનવું શક્ય નથી અને એ જરૂરી પણ નથી જો માનવ માનવતાના ગુણોવાળો અને જેને સાચાં અર્થમાં મનુષ્ય કહી શકાય તેવો માનવી બની ને રહે. બસ આ જ માનવતા એના માટે અને સમાજ માટે હિતકારી અને પૂરતું છે.
હિમ્મત માનસિક શક્તિ છે અને તેથી જ અનુભવથી ઘડાય છે. હિંમતવાન લોકો અકલ્પનીય કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરે છે, તેની પાછળ તેમનો અનુભવ, નવીન કાર્ય કરવાની સજ્જતા અને સભાનતા તથા ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાની તેમની તૈયારી સહુથી વધુ કારણભૂત હોય છે. હિમ્મત અને જોખમ બંન્નેનો અર્થ સમજવો જરૂરી છે,
હળદરમાં રહેલા જંતુનાશક ગુણધર્મોને કારાણે હજારો વર્ષોથી ભારતમાં તેનો ઉપયોગ પેટ અને યકૃતની બિમારી તથા જખમ આદિ પર થતો આવ્યો છે. આયુર્વેદમાં હળદરને શ્વાસના રોગ, ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી ગણવામાં આવે છે.
સ્વાતંત્રસેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા. મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી દાદાભાઈ મુંબઈની એલફિસ્ટન ઈંસ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા.
આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ એની ચિંતા કરવાને બદલે જે સમય મળ્યો છે એને હસી મજાકથી અને આંનદથી પસાર કરવાની વાત અહીં કવિએ કરી છે.
ભારત એ એક ખેતીપ્રધાન દેશ છે. આઝાદી બાદ પણ ભારતમાં 60% થી વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ખેતીની સાથે પશુપાલન એ એમનો મુખ્ય વ્યવસાય છે. પહેલાના સમયમાં ખેતીનો આધાર ફક્ત વરસાદ પર જ હતો. ચોમાસું સારું જાય તો પાકનું ઉત્પાદન થાય અને જો ચોમાસું સારું ન જાય તો પાકના ઉત્પાદન પર તેની અસર થતી. સમય જતાં એમાં પરિવતન આવ્યું અને હવે ધીમે ધીમે સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડીને ખેતી થાય છે. ઔદ્યોગિક કાચા માલની
સૂર્યમંદિર – મોઢેરા ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર થયેલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે 30 km જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકૂલ છે. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી
પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે.
આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક નેતાઓ અને કહેવાતાં સમાજસેવીઓએ ફોટા પડાવ્યા અને T.V તથા છાપામાં સમાચાર આપ્યાં. હમણાથી કોઈ પણ ઉજવણીઓ પ્રત્યે પ્રજામાં ઉત્સાહનો અભાવ વર્તાય છે તેનું કારણ ઉજવણીઓનો અતિરેક ઉપરાંત વાસ્તવિકતા અને આવા મેળાવડાઓમાં કહેવાતી વાતો વચ્ચે મોટો તફા
માણસોમાં આધુનિક સમયમાં છૂટાછેડા અને લગ્ન વિચ્છેદ વધી રહ્યા છે તેવામાં સારસનું દામ્પત્યજીવન અનુકરણીય લાગે છે. આપણા અભ્યાસમાં પર્યાવરણ અને પ્રદુષણ હવે અગ્રતાક્રમે રહે છે. જીવનની વિવિધતા જાણવાથી આપણું સામાન્ય જ્ઞાન પણ વધે છે. આ વિષય પર્યાવરણ અંતર્ગત આવે છે.


High PR Social Bookmarking Sites List 2018

Username:

Password:

Remember: